200+ Love Shayari Gujarati | સુંદર અને આકર્ષક ગુજરાતી પ્રેમ શાયરી

by hindimsgs

પ્રેમ એક એવો સુંદર અને ખૂબસૂરત અહેસાસ છે, જે દિલ અને આત્માની સાથે જોડાયેલો હોય છે.

પ્રેમ એટલે કોઈને માત્ર પામવું નહીં પરંતુ પોતાના પ્રેમ ની ખુશી માટે વિપરીત સંજોગો માં તેનાથી દૂર રહેવું પડે તો પણ ખુશી થી રહી સકવાની સહન શક્તિ એટલે સાચો પ્રેમ.

પ્રેમ થતાની સાથે જિંદગી ખૂબ જ સારી અને દુનિયા સુંદર લાગવા લાગે છે પ્રેમ આપણું જીવવાનું અને વિચારવાનું બદલી દે છે. પ્રેમ માં કઈ હાસિલ કરવા કરતા આપી દેવાનું મન વધારે કરે છે. કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી,કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.

જો તમે કોઈ વ્યક્તિ જોડે પ્રેમ માં હોઈ તો તે પ્રેમ નો એકરાર કરવો જરૂરી છે. તમે તમારા પ્રેમી સાથે તમારી લાગણી અને સંવેદના ની અભિવ્યક્તિ માટે સુંદર અને સચોટ લવ શાયરી ગુજરાતી નો પ્રયોગ કરી શકો છો.

આજની આ પોસ્ટ, Love Shayari Gujarati માં અમે આપના માટે લાવ્યા છે વિવિધ ગુજરાતી પ્રેમ શાયરી જેવી કે Love Shayari Gujarati 2 line, Love Quotes in Gujarati, Diku Love Shayari Gujarati, જે તમને તમારા પ્રેમ ને ખુબજ સુંદર રીતે અભિવ્યક્ત કરી શકશે.

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

પ્રેમ હોય ત્યાં મન ના ભરાય ✅💯
મન ભરાય ત્યાં પ્રેમ ના હોય..!! ❤️

કોઈને પ્રેમ કરો તો એવી ભાવનાથી કરજો,
કે જીવનમાં તે વ્યક્તિને જ્યારે પણ પ
્રેમ મળે ત્યારે બસ તમારો પ્રેમ યાદ આવે..!!

ખુબ સહેલું છે કોઈકને ગમી જવું,
અઘરું તો છે સતત ગમતા રહેવું..!!

આવજો કહ્યા પછી પણ કલાક વાત થાય,
બસ સમજી લો દોસ્તો પ્રેમની શરૂઆત ત્યાંથી જ થાય..!!

પ્રેમ એટલે દિલથી અપાતું માન,
અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ..!!

પ્રેમ ની લાગણી – Love Shayari in Gujarati 

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

પ્રેમની તો મને ખબર નથી,
પણ જે લાગણી તારી સાથે છે,
એ કોઈની સાથે નથી💯❤️

સપનું ના બનાવ તું મને…
એ ક્યાં પુરા થાય છે !
પડછાયો બનાવી લે મને !
એ ક્યાં જુદા થાય છે..!!

હું કહું ને તમે આપો તો માગણી જેવું લાગે,
માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે..!!

હું એ આંખમાં આંસુ ક્યારેય જોઈ નહીં શકું,
જે આંખમાં મેં મારા માટે પ્રેમ જોયો હોય..!!

મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી,
જેટલું એને આખું જીવન મનગમતું રાખવું..!!

સાચો પ્રેમ – True Love Shayari Gujarati 

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી,
કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે..!!
💯❤️🥀❤️

પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય છે,
પણ પ્રેમની કદર તો કોઈક ને જ હોય છે..!!

દરેક સ્ત્રીમાં એક મીરાં અને દરેક પુરુષમાં
એક શ્યામ છુપાયેલો હોય છે,
એક અધુરો છતાં મધુરો સંબંધ,
ક્યાંક મનના ખૂણે ધરબાયેલો હોય છે..!!

પ્રેમ નિભાવતા આવડવો જોઈએ,
થઈ તો બધાને જાય છે..!!

તારા સુધી પહોચવા રસ્તા ઘણા હશે,
પણ તને યાદ રહી જાય એવા પગલાં મારા જ હશે..!!

સાચો પ્રેમ – Best Love Shayari In Gujarati

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

પ્રેમ તો આવો હોવો જોઈએ,
હું જોઉં ખુદને પણ પડછાયો તારો હોવો જોઈએ..!!
💯❤️🥀❤️

હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ,
પણ આંખ મીંચું તો પાંપણ સુધી તો આવ..!!

નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી,
એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે..!!

હિન્દી લવ શાયરી, લવ કોટ્સ અને લવ સ્ટેટ્સ નું અમારું નીચેનું સર્વશ્રેષ્ઠ પ્રકાશન વાંચવાનું ના ભૂલશો :

પ્રેમ એ ખુશીનો અહેસાસ છે,
જે તું મારી પાસે બેસે ત્યારે જ અનુભવાય છે..!!

કદાચ ગમે એટલો કરો તોયે,
ઓછો કે અધુરો રહી જાય એનું નામ જ પ્રેમ..!!

પ્રેમ અને સમર્પણ  – Love Shayari Gujrati

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ સમ્માન આપજો,
તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં પોતાનું સમર્પણ આપશે..!!
❤️🥀❤️🥀

સાચો પ્રેમ મળી જાય તો કદર કરજો,
બધાના નસીબમાં નથી હોતો..!!

હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય,
કોઈક એવું જે બીજા કોઈનું ના હોય..!!

પહેલા પ્રેમ એટલે એક જવાબદારી હતી,
અને અત્યારે પ્રેમ એટલે એક મોકો..!!

ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના..!!

True Love – Love Shayari Gujarati

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

લાખ પ્રયત્નો કરવા છતાં,
કોઈ વ્યક્તિને ભૂલી ન શકાય કે નફરત
ના કરી શકાય એ જ સાચો પ્રેમ છે..!!
❤️🥀❤️🥀

પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને,
વધુ સુખ આપવાની હરીફાઈ..!!

જે ખામીઓને ખમે,
પ્રેમ તો બસ એને જ નમે..!!

સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની,
સાથે જીવશું-મરશું એતો કહેવાના શબ્દો છે..!!

મને ખબર નથી કેમ પણ જ્યારે જ્યારે,
તારો મેસેજ આવે ત્યારે ત્યારે
મારા મુખ પર સ્મિત આવી જાય છે..!!

What is Love in Gujarati 

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

પ્રેમ એટલે જ્યાં પણ જઉં ત્યાં,
પળે પળે અનુભવાતી તારી કમી..!!
💯❤️🥀❤️

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના..!!

મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા,
એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે..!!

પ્રેમ કદાચ જીવંત ના રહે,
પણ જીવતો તો રહે જ છે હ્રદયના કોઈ ખુણામાં..!!

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય..!!

સાચો પ્રેમ – True Love Shayari Gujarati

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

સાચો વ્યક્તિ ક્યારેય છોકરીની
સુંદરતા જોઇને પ્રેમ નથી કરતો,
પરંતુ તે જે છોકરીને પ્રેમ કરે છે
તેના જીવનને સુંદર બનાવી દે છે..!!
💯❤️🥀❤️

આકર્ષણ તો ઘણી જગ્યાએ થઈ શકે સાહેબ,
પણ સમર્પણતો કોઈ ખાસ જગ્યાએ જ થાય..!!

પામવું એ જ પ્રેમ હોત તો મીરાંનો પ્રેમ વહેમ હોત,
અને રાધાને પણ કોઈ યાદ ના કરતુ હોત..!!

લાગણીને માપવાથી નહિ,
આપવાથી વધે છે..!!

હૃદયમાં લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ આપણું નથી થઇ જતું..!!

Best Love Lines in Gujarati

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું..!!
💯❤️🥀❤️

પ્રેમ કરવાની પરવાનગી ના હોય સાહેબ,
દિલ પર કબજો તો આંખથી થઇ જાય..!!

પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંને એકબીજા માટે પરમાત્મા..!!

પ્રેમ એ નથી કે માત્ર પામીને જ કરી શકાય,
ક્યારેક ક્યારેક કોઈને મનથી ચાહીને પણ પ્રેમ કરી શકાય..!!

પ્રેમ તો પ્રેમ છે,
પછી અધુરો શું અને પૂરો શું..!!

દોસ્તી અને પ્રેમ – લવ શાયરી ગુજરાતી 

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તીથી થાય છે..!!
🌷❤️🥀❤️

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ..!!

મળીએ ત્યારે આંખમાં હરખ અને
જુદા પડીએ ત્યારે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ !!

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહીં કે અનેક આશાઓ સાથેનું બંધન..!!

જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે,
બાકી બીજાથી શું ફરક પડે..!!

કિસ્મત અને પ્રેમ  – Shayari In Gujarati Love

Gujarati Love Shayari
Gujarati Love Shayari

ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે,✅
અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે..!!
💯❤️🥀❤️

જીવનમાં એક વ્યક્તિ તો એવી ખાસ હોય છે,
જેની રોજ એક ઝલક જોવાની દિલને આશ હોય છે..!!

તારું એક સપનું શું જોવાઈ ગયું,
એ તો મારી આંખોમાં જ રોકાઈ ગયું..!!

હદ તો માત્ર સરહદને હોય,
બાકી પ્રેમ તો અનહદ જ હોય..!!

લડીને તો દુનિયા જીતી શકાય સાહેબ,
દિલ જીતવા માટે તો પ્રેમ જ કરવો પડે..!!

સાચો પ્રેમ – Love Shayari Gujarati 

Gujarati Love Shayari
Gujarati Love Shayari

સાચો પ્રેમ માત્ર એ જ છે,
જે જીવનના અંત સુધી સાથ આપે..!!
💯💕🥀❤️

પ્રેમ પૂરો થયો કે અધુરો રહ્યો
એ મહત્વનું નથી દોસ્તો,
પ્રેમ થયો એ મહત્વનું છે..!!

રૂપનું શું કામ છે સાચા પ્રેમમાં,
આંખ જો મજનૂની હોય તો
લૈલા સુંદર જ લાગે..!!

તમે જેને ચાહો છો
એ તમને ના મળે,
તો એને જરૂર અપનાવી લેજો
જે તમને ચાહે છે..!!

પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો..!!

પ્રેમ ની પરિભાષા  – Love in Gujarati

Gujarati Love Shayari
Gujarati Love Shayari

પ્રેમ એટલે રાત્રે સપનામાં તું રડી હોય,
અને સવારે ઓશીકું મારું ભીનું હોય..!!
😘❤️🥀❤️

કેટલા ભાગ્યશાળી હોય છે એ લોકો,
જેનો પ્રેમ જ એનો જીવનસાથી હોય છે..!!

સાચો પ્રેમ કિસ્મતથી મળે,
મરજીથી નહીં..!!

ખાલી કહેવાથી કોઈ
કોઈનું વહાલું નથી થતું,
એ તો દિલ મળે ને
ત્યાં પ્રેમ થાય છે !!

એ માણસ ક્યારેય તમને દુર નહીં કરે જે તમને પ્રેમ કરે છે,
હા બાકીનાની વાત અલગ છે જે માત્ર ટાઈમપાસ કરે છે !!

પ્રેમ ની પરિભાષા – Gujarati Shayari

Gujarati Love Shayari
Gujarati Love Shayari

પ્રેમ એટલે હું જ્યાં પણ જાવ,
ત્યાં પળે પળે અનુભવાતી તારી કમી !!
💯❤️🥀❤️

કબુલ છે ભલે મને વિદાઈ આપી દે તું,
બસ આ જિંદગી નીકળી જાય એટલી યાદ આપી દે તું !!

નજર મળી હતી તારી સાથે રમતમાં,
એ જ નજર પછી ફેરવાઈ ગઈ ચાહતમાં !!

નીચે ની સર્વશ્રેષ્ઠ ઈમેજીસ ડાઉનલોડ કરી તમારા પ્રેમી સાથે શેર કરવાનું ના ભૂલશો :

પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો,
પ્રેમ તો એ છે કે તમે તમારો પ્રેમ કેટલો નિભાવો છો !!

કોઈને સવારે મળવાનું હોય,
અને આખી રાત ઉંઘ ના આવે એનું નામ પ્રેમ !!

પ્રેમ અને લાગણી – લવ શાયરી ગુજરાતી 

Gujarati Love Shayari
Gujarati Love Shayari

બે જણ એક બીજાને ગમે તે લાગણી,
બે જણને એક બીજા વગર ના ગમે તે પ્રેમ !!
💯❤️🥀❤️

કોઈને પ્રેમ કરો તો એટલો કરો,
કે એ પ્રેમ કહાની સાંભળવા વાળાને
પણ એનાથી પ્રેમ થઇ જાય !!

નસીબનો પ્રેમ અને ગરીબની દોસ્તી,
ક્યારેય દગો ન આપે સાહેબ !!

જયારે જયારે દિલ તોડનારની Exit થાય છે,
ત્યારે ત્યારે દિલ જોડનારની Entry થાય છે !!

તમે પાછુ વળીને જોઈ લો માત્ર એકવાર,
તમારા જ પડછાયામાં મળીશ હું અનેકવાર !!

Love Shayari Gujarati 
Love Shayari Gujarati 

જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે !!
✅❤️💯️🥀

પ્રેમ તો થઇ જાય છે,
કરવી તો બસ નફરત પડે છે !!

દિલ તો દરેક છોકરી પાસે હોય છે,
બસ એને ધડકતું રાખવું એ આપણા હાથમાં છે !!

એકલા જીવવાનું હોય તો જીવન પણ એક સજા છે,
પરંતુ સાથ હોય જો કોઈનો તો જીવવાની અલગ જ મજા છે !!

આકર્ષણ માટે ઘણા કારણો હોઈ શકે,
પ્રેમ માટે તો બસ એક કારણ જ કાફી છે !!

દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે !!

જયારે યુવક એન્ડ યુવતી એક બીજા ના ગળાડુબ પ્રેમ માં હોય છે ત્યારે યુવક યુવતી ને ખુબજ ટ્રેન્ડિંગ સંબોધન દીકુ કહીને બોલાવે છે એ ધ્યાન માં રાખીને અહીં ખુબજ આકર્ષક Diku Love Shayari Gujarati પ્રસ્તુત કરીયે છીએ.

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati

દિકુ ! વાત દિલની હતી,
એટલે જ મેં તને દિલ ખોલીને પ્રેમ કર્યો છે..!!
❤️🥀❤️🥀

દિકુ જયારે જ્યારે તું મારાથી નારાજ થાય છે,
ત્યારે ત્યારે મારા ઘરે આજે કેમ નથી
જમવું એની લપ થાય છે..!!

સમય લઈને આવજે મળવા મને દિકુ,
મેં તને એક મુદતથી જોઈ નથી..!!

તું પ્રેમ કરે છે તો જરા જતાવ તો ખરી દિકુ !
ક્યારેક નિરાતે દિલની વાત બતાવ તો ખરી..!!

દીકુ લવ શાયરી – Love Shayari In Gujarati Text

Diku Love Shayari 
Diku Love Shayari 

મને તો બસ પ્રેમ લખતા આવડે છે,
પ્રેમ કરતા તું શીખવાડી દેજે દિકુ..!
❤️🥀❤️🥀

દિકુ ! તારો પ્રેમ તો શું નફરત પણ કબુલ,
શરત બસ એટલી કે દિલથી કર..!!

Love Propose Shayari Gujarati

તારા દિલને મારા દિલ સાથે જોડી દે,
દિકુ, બાકી બધું મારા પર છોડી દે..!!

દિકુ , હું તારા જીવનનો ભાર નહીં,
પરંતુ મુખ પરનું હાસ્ય બનવા માંગુ છું..!!

દિકું, ચાલ થોડુક જીવી લઈએ,
વિખેરાઈ ગયેલી લાગણીને ફરી સમેટી લઈએ..!!

મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી દિકુ !
બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે..!!

Love Shayari Gujarati Sms

Diku Love Shayari 
Diku Love Shayari 

નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે દિકુ..!!
❤️🥀❤️🥀

દિકુ, પ્રેમ તો હજી પણ છે,
બસ ખાલી કહેવાનું છોડી દીધું..!!

તું જ મારો અંત અને તું જ શરૂઆત,
આનાથી વધારે શું કરું દિકુ,
હું મારા પ્રેમની રજૂઆત..!!

વધારે કંઈ નથી જાણતો હું પ્રેમ વિશે,
બસ દિકુ તને સામે જોઇને
મારી તલાશ પૂરી થઇ જાય છે..!!

દિકુ, મારા માટે તો પ્રેમ એટલે,
મારા શ્વાસ પર તને આપેલો અધિકાર..!!

Relationship Love Quotes In Gujarati
Relationship Love Quotes In Gujarati

કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે..!!
💯❤️🥀❤️

કોઈકને હદથી વધારે પ્રેમ કર્યો હોય ને,
એને ભૂલવું આસાન નથી હોતું..!!

હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય,
મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય..!!

તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમને સારી જ લાગશે,
ભલેને એ ગમે એટલી ખરાબ હોય..!!

મનગમતું સાથી મેળવવું એટલું અઘરું નથી સાહેબ,
જેટલું એને આખું જીવન મનગમતું રાખવું..!!

પ્રેમના સેતુ – Gujarati Shayari Photo

Love Quotes In Gujarati
Love Quotes In Gujarati

એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને,
મેં કહ્યું પ્રેમના સેતુ માં ક્યારેય હેતુ નથી હોતા..!!
💯❤️🥀❤️

પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય..!!

પ્રેમ કરો તો એવો કરો,
કે તમે નહીં પણ એ તમને ખોવાથી ડરે..!!

સપનામાં આવી જાય છે રોજ મારી રજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે છે મને કીધા વગર..!!

જો તું કરી લે મારા પ્રેમનો સ્વીકાર તો
દુનિયાથી સંબંધો તોડીને આવી જઈશ,
લઇ જાય મને તું તારી સાથે તો હું
તારા માટે દુનિયા છોડીને આવી જઈશ..!!

પ્રેમ નો સફર – Love Shayari Gujarati Text 

Love Quotes In Gujarati
Love Quotes In Gujarati

તમે સાથે છો તો સફર એટલી ગમી ગઈ છે,
કે મને બીક રહ્યા કરે છે ક્યાંક મંઝીલ આવી ન જાય..!!
💯❤️🥀❤️

વ્યક્ત કર્યા વિનાનો પ્રેમ એટલે,
હૃદય સાથે કરેલો ગુનો..!!

દિલ આપવામાં ડર નથી લાગતો,
દિલ તૂટવાનો ડર લાગે છે સાહેબ..!!

પ્રેમ સંબંધ હંમેશા સુખદાયી હોતો નથી. સામાન્ય જીવન ની જેમ તેમાં પણ સુખ અને દુઃખ આવતા રહેવાના. નીચે પ્રસિદ્ધ કરેલ પ્રકાશન અપને સુખ અને દુઃખ ના સમય માં પ્રેરણા દાયક બની રહેશે એવો અમને વિશ્વાસ છે.

કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ ગમતો રહે એ પ્રેમ છે..!!

પ્રેમને પામવા પહેલ કરવી પડે રાહ ના જોવાય,
હાથ જોડવાથી કંઈ ના થાય હાથ પકડવો પડે..!!

પ્રેમ અને મુલાકાત – ગુજરાતી લવ શાયરી  

Prem Shayari
Prem Shayari

પ્રેમ એટલે……
જેને એકવાર મળ્યા પછી એ મુલાકાત જ ના ભૂલાય..!!
💯❤️🥀❤️

સૌપ્રથમ મારું હૃદય તારું થયું,
એ પછી જે કંઇ થયું સારું થયું..!!

ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ,
હાથમાં હાથ ભલે ના હોય પણ
આત્માથી આત્મા બંધાયેલો હોય છે..!!

મિત્ર છો અને મિત્ર બનીને જ રહો,
એનાથી આગળ વધશો તો પ્રેમ થઇ જશે..!!

કેવી મજાની એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી..!!

મનગમતો પ્રેમ – Gujarati Shayari for Love

Relationship Love Quotes In Gujarati
Relationship Love Quotes In Gujarati

એક મનગમતી આંખ કંઇક એ રીતે સલામ કરી ગઈ,
જિંદગી મારી તેના નામ કરી ગઈ..!!
❤️❤️❤️❤️

આમ તો રાહ જોવી એ મારો સ્વભાવ જ નથી,
પણ તારા જવાબની રાહમાં ફોન પકડીને
બેસી રહેવું એ જ પ્રેમ છે..!!

તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના,
અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના..!!

સાચા પ્રેમમાં શબ્દોની નહીં,
પણ એક સાચી સમજણ અને
વિશ્વાસની જરૂરીયાત હોય છે..!!

પ્રેમ તો માત્ર એક સાથે થાય,
બીજા સાથે તો ખાલી જવાબદારી પૂરી થાય..!!

પ્રેમ નો અર્થ – Love in Gujarati – Gujarati Shayari

Gujarati Love Shayari
Gujarati Love Shayari

એકે છોડવાનું તો,
બીજાએ સ્વીકારી લેવાનું,
એનું નામ પ્રેમ..!!
✅❤💯️🥀

પ્રેમનો શોખ અહીંયા કોને હતો,
બસ તમે નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો..!!

અર્થ નથી સમજતો હું પ્રેમનો,
એટલે જ આશિક થયો છું હું એમનો..!!

Romantic Love Quotes In Gujarati
Romantic Love Quotes In Gujarati

તું પૂછી લે તારા દિલને,
મારા માટે ધડકવા તૈયાર છે જિંદગીભર..!!💕❤️🥀❤️

બસ મારી એક વાત હંમેશા યાદ રાખજે,
આંખ તારી હોય કે મારી બસ આંસુ ના હોવા જોઈએ..!!

મિત્રતા પ્રેમમાં જરૂર બદલાઈ શકે,
પણ પ્રેમ પાછો મિત્રતામાં ક્યારેય ના બદલાઈ શકે..!!

જ્યારે કોઈ તમારા પર હક જતાવવા લાગે,
તો સમજી લેજો એ વ્યક્તિ તમને ચાહવા લાગી છે..!!

મૌન ધરીને પણ તું ઘણું બધું કહી જાય છે,
શબ્દોમાં તો આમેય ઘણું અધૂરું રહી જાય છે..!!

પ્રેમ અને આકર્ષણ –  ગુજરાતી પ્રેમ શાયરી

Romantic Love Quotes In Gujarati
Romantic Love Quotes In Gujarati

ભલે તારા રૂપ પ્રત્યે આકર્ષણ છે,
પણ પ્રેમ તો તારા હૃદય સાથે જ છે..!!
💕❤️🥀❤️

પ્રેમ તો એક અહેસાસ છે,
વહેવાર નથી કે તું કર તો જ હું કરું..!!

વિશ્વાસ કરવો મહત્વનો છે,
પ્રેમ તો બધા કરે જ છે ને..!!

રેતમાં હોત તો ભુસીયે નાખત,
પણ તમે તો જિંદગીમાં પગલા પાડી બેઠા..!!

મુલાકાત થઇ જે દિવસથી તારી સાથે,
લાપતા છું તે દિવસથી મારી જાત સાથે..!!

પ્રેમ ભરી લાગણી – Love Shayari Gujarati 

Romantic Shayari Gujarati
Romantic Shayari Gujarati

વધે જો લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો મને કહેજે..!!
💕❤️🥀❤️

હું તને ગમું કે ના ગમું,
પણ તું મને ખુબ જ ગમે છે..!!

પ્રેમ અને દર્દ  – Sad Shayari Gujarati Love

જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકે ને,
તો સમજી લેવાનું કે
સાચો પ્રેમ થઇ ગયો..!!

પ્રેમ કરવો હોય તો
સહનશક્તિ પણ પૂરી રાખવી,
ખબર નહીં કોણ ક્યારે
છોડીને જતું રહે..!!

પ્રેમ એ તો
બદલાતી મોસમ છે સાહેબ,
વરસાદની જેમ ભીંજવે અને
તડકાની જેમ સૂકવે પણ..!!

પ્રેમ ના સપના – Love Sayri Gujarati 

Love Quotes In Gujarati
Love Quotes In Gujarati

એક સપનું તારી સાથે જીવવાનું છે,
બાકી મને ખબર છે કે
મરવાનું તો એકલા જ છે..!!
❤️🥀❤️

કોઈ વ્યક્તિ સાથે જીવનમાં આગળ વધતા પહેલા,
પૂછી લેજો કે સમય પસાર કરવો છે કે જિંદગી..!!

કોઈ એક વ્યક્તિ થાકી જાય,
અને બંને હારી જાય એનું નામ પ્રેમ..!!

Gujarati Love Status
Gujarati Love Status

પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે,
પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે..!!
❤️🥀❤️

પ્રેમ એટલે ૧૦૦ વાર બાય કીધા પછી પણ,
૧ કલાક ફોન ના મુકવો..!!

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરવો,
કે તેને પોતાની તકલીફમાં ભગવાન પહેલા
તમારી યાદ આવે..!!

આપના માટે બીજા ટ્રેન્ડિંગ સ્ટેટ્સ નીચે ની પોસ્ટ પાર પ્રકાશિત કરવામાં આવ્યા છે :

પ્રેમ કદી ઉધાર લેશો નહીં,
હપ્તાઓ હાહાકાર મચાવશે..!!

પ્રેમ એટલે સિંહણની જીદ સામે,
હસતા હસતા ઝુકી જતો સિંહ..!!

પ્રેમ સ્ટેટ્સ- Love Status Gujarati 

Gujarati Love Status
Gujarati Love Status

પ્રેમને જરાક સાચવીને પીરસજો,
સાચો પ્રેમ બધાને પચતો નથી..!!
❤️🥀❤️

પેલા છોકરીઓને માન આપતા શીખો,
પ્રેમ પછી કરજો..!!

વધારે પડતો પ્રેમ પણ,
જિંદગીની વાટ લગાવી દે છે..!!

પ્રેમમાં તો ભરોસો હોવો જોઈએ,
શક તો ACP પ્રદ્યુમન પણ કરે છે..!!

જરૂરી નથી બધા લોકો પૈસાના ભૂખ્યા હોય,
મેં પ્રેમના ભૂખ્યા લોકો પણ જોયા છે સાહેબ..!!

રાધા અને કૃષ્ણ નો પ્રેમ  – Radha Krishna Love Shayari Gujarati

પ્રેમમાં કેટલી બાધા દેખી,
તો પણ કૃષ્ણ સાથે રાધા દેખી..!!

કૃષ્ણના જીવનની
જીત તો ઘણી હશે,
પણ એની સૌથી મોટી હાર
એટલે રાધા..!!

હવસ હોય તો પૂરી કરી શકાય,
પ્રેમ તો અધુરો જ રહે સાહેબ..!!

Instagram Gujarati Love Shayari
Instagram Gujarati Love Shayari

નજરમાં તો બધા વસી જાય,
પણ તમે તો મારા દિલમાં વસ્યા છો..!!
💕❤️🥀❤️

ચાલને મળીએ કોઈપણ કારણ વિના,
રાખીએ સંબંધ કોઈપણ સગપણ વિના..!!

માનો કે ના માનો પણ એકતરફી પ્રેમ,
હંમેશા પ્રમાણિક અને સાચો હોય છે..!!

બે શબ્દ પ્યારના પણ કેવી કમાલ કરે છે,
લાગે છે દિલ પર ને ચહેરા મલકાવી દે છે..!!

એકબીજા સાથે નાની નાની વાતો પણ Share કરો,
પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય..!!

પ્રેમ અને વિશ્વાસ – લવ શાયરી ગુજરાતી

Love Shayari Gujarati
Love Shayari Gujarati

સાથ નિભાવવાની તાકાત હોય તો જ ચાલજે,
કારણ કે હું ઘણાને છોડીને આવું છું તારા ભરોસે..!!
💕❤️🥀❤️

લોકો વ્યક્તિને જોઇને પ્રેમ કરે છે,
મેં પ્રેમ કરીને વ્યક્તિઓને જોઈ લીધા..!!

પ્રેમ તો બધા લોકો કરે જ છે,
કોઈ શરીરને તો કોઈ દિલને કરે છે..!!

પ્રેમની તો ખબર નથી,
પણ તું અને તારી વાતો ક્યારેય નહીં ભૂલાય..!!

છોકરી એની સામે જ રડતી હોય છે,
જે તેના માટે Special હોય છે..!!

તારા વગરની રાત મારે ના જોઈએ,
સપનામાં તો બસ તું જ જોઈએ..!!

સાચો પ્રેમ એક બીજાની ક્ષણે ક્ષણે સંભાળ રાખે છે અને સાચા પ્રેમ માં રહેલા પ્રેમી એક બીજાને સવાર અને સાંજ ની શુભેચ્છા પાઠવી તેમના દિવસ અને રાત ની શરૂવાત કરે છે. Good Morning and Good Night ની શુભેચ્છા વ્યક્ત કરવામાટે અહીં ખુબજ આકર્ષક લવ શાયરી ગુજરાતી પસંદ કરવામાં આવી છે જે તમને ખુબજ ઉપયોગી રહેશે.

Gujarati Prem Shayari
Gujarati Prem Shayari

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ..!!
💕❤️🥀❤️

રૂપ ભલે તમે રૂપિયાથી માણી શકો સાહેબ,
બાકી પ્રેમ માણવા તો પ્રેમી જ બનવું પડે..!!

પ્રેમ કરવો જ હોય તો લાગણીઓને મહત્વ આપજો,
કેમ કે ચહેરાથી શરુ થયેલો પ્રેમ પથારી પર પૂરો થઇ જાય છે..!!

પ્રેમ એટલે તારા હોવું ની સ્થિતિમાંથી,
તારામાં હોવુંની અવસ્થા..!!

સામેવાળી વ્યક્તિના તમામ વાંક-ગુનાઓ,
સહન કરવાની તાકાત ના હોય તો પ્રેમ ના કરતા..!!

પ્રેમ અને સમર્પણ – Prem Shayari

Gujarati Prem Shayari
Gujarati Prem Shayari

સમજુતી સોદામાં હોય છે,
પ્રેમમાં તો ફક્ત સમર્પણ હોય છે..!!
💕❤️🥀❤️

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે..!!

જેમને પ્રેમ કરો છો એમને જલ્દી જણાવી દેજો,
ક્યારેક રાહ જોવામાં બહુ મોડું થઇ જતું હોય છે..!!

વધારે કંઈ નથી જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારીતલાશ પૂરી થઇ જાય છે..!!

પ્રેમ ભલે આંધળો હોય,
પણ એ જ પ્રેમ માણસને જીવનમાં
ઘણું બધું શીખવાડી દે છે..!!

પ્રેમ લગ્ન – True Love Shayari Gujarati 

Gujarati Prem Shayari
Gujarati Prem Shayari

જેની સાથે તમને પ્રેમ છે એની સાથે,
લગ્ન કરવાનો જો વિચાર ના આવે
તો સમજવું કે પ્રેમ નહીં આકર્ષણ છે..!!
💕❤️🥀❤️

સ્વમાન કહે છે છોડી દે એમને,
પ્રેમ કહે છે એમની પર બધું કુરબાન..!!

કોઈ સાથે પ્રેમમાં પડવું તો સાવ સહેલું છે,
પણ અંત સુધી કોઈના પ્રેમમાં રહેવું અઘરું છે..!!

પ્રેમની કોઈ પરમીશન ના હોય સાહેબ,
નજરથી નજર મળે અને કાયદેસર કબજો થાય..!!

કેટલાક લોકો દિલથી ખુબ સારા હોય છે,
એ નથી મળવાના છતાં એમને જ પ્રેમ કરવાનું મન થાય..!!

જયારે પ્રેમ ની શરૂવાત થાય છે ત્યારે તેનો એકરાર બહુજ જરૂરી છે અને પ્રેમીઓ એક બીજાને આય લવ કહી પ્રેમ નો એકરાર કરે છે. I love you નું ગુજરાતી ” હું તને પ્રેમ કરું છું ” થાય છે. નીચે પ્રસ્તુત ગુજરાતી શાયરી તમે પ્રેમ એકરાર શાયરી તરીકે પણ વાપરી શકો છો.

Love Sayri Gujrati
Love Sayri Gujrati

મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર,
તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર..!!
💯❤️🥀❤️

ઉંમર ચાહે ગમે તેટલી કેમ ના હોય,
સાંભળ્યું છે કે દિલ પર ક્યારેય કરચલી નથી પડતી..!!

આજે શબ્દો નથી મારી પાસે,
આજે મારા મૌનને સમજી લેજે..!!

મારા માટે પ્રેમ એટલે,
તારો મેસેજ આવતા મારા દિલનું
વાઈબ્રન્ટ થવું..!!

દિલ હોય કે દરિયો,
તરતા આવડતું હોય તો જ
ઊંડા ઉતરવું..!!

સાચો પ્રેમ – Love Shayari in Gujarati for True Love 

Love Sayri Gujrati
Love Sayri Gujrati

જે લોકો પોતાની ભૂલ માનીને એકબીજાને માફ કરી દે છે,
કસમથી એ લોકોનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો..!!
💯❤️🥀❤️

તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા..!!

જે પ્રેમમાં એકબીજાની ઈજ્જત હોય,
એ પ્રેમ હંમેશા સાચો જ હોય છે..!!

પ્રેમ ક્યારેય સાચો કે ખોટો નથી હોતો,
હા પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ શકે..!!

ક્યારેક દિલની વાત બોલવામાં,
ઘણું મોડું થઇ જાય છે..!!

પ્રેમમાં મજબૂરી તો બધાને હોય છે સાહેબ,
બસ કોઈ ગણાવે છે તો કોઈ અવગણે છે..!!

પ્રેમ આપવો હોય તો આપો બાકી ઉપકાર નથી જોઈતો,
દિલથી આપો એટલે બહુ થયું લેખિત કરાર નથી જોઈતો..!!

પ્રેમ એ બે દિલો ને જોડી રાખતું બંધન છે, પણ પ્રેમ માં જો રોમાન્સ ના હોય તો એ પ્રેમ પણ ક્યારેક અધૂરો લાગે છે. રોમેન્ટિક પ્રેમ ની નવીનતમ અને રોચક ગુજરાતી શાયરી અહીં પ્રસ્તુત કરવામા આવી છે, જે આપને વધુ પસંદ આવશે.

Romantic Love Shayari Gujarati
Romantic Love Shayari Gujarati

સુંદર હોવું જરૂરી નથી દિકુ,
કોઈના માટે જરૂરી હોવું સુંદર છે..!!
💕❤️🥀❤️

એકવાર ફરીથી મને જોઇને આઝાદ કરી દે,
હું આજે પણ તારી પહેલી નજરની કેદમાં છું..!!

ના કોઈના પર મરું છું કે ના કોઈનાથી ડરું છું,
બસ એક પાગલ છોકરો છે જેને હું પ્રેમ કરું છું..!!

ઘણું લખવું છે મારે એના વિશે પણ ડરું છું,
કે મારા દિલની વાતો જાણીને એ મારાથી રિસાઈ ન જાય..!!

માન્યું કે એ મારી સાથે વાત નથી કરતી,
પણ એના વિચારમાં રહેવું એ પણ નસીબની વાત છે..!!

Love Shayari Gujarati
Love Shayari Gujarati

જ્યારે આપણે ખરેખર કોઈની બહુ નજીક થઇ જઈએ ને,
ત્યારે એના મેસેજમાંથી પણ એ બોલતા
હોય એવો ભાસ થવા લાગે..!!
💕❤️🥀❤️

તારાથી થોડે દુર જવાની જરૂર છે,
ખબર તો પડે કે તારા પ્રેમનું કવરેજ ક્યાં સુધી છે..!!

આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે..!!

ખાલી લવ યુ કહેવાથી પ્રેમ ના થાય સાહેબ,
હૈયામાં હરખ હોવો જોઇએ કોઈની ચિંતા કરવાનો..!!

શરીરથી પ્રેમ કરવાવાળા તો હજારો મળશે,
પણ મને તો તલાશ આત્માને પ્રેમ કરે એની છે..!!

તારા વિના દરબદર ભટકે છે,
તારા સિવાય ક્યાં આ દિલ ક્યાંય ટકે છે..!!

આપણી વચ્ચે કંઇક છે,
કંઇક હું કહીં નહીં શકું અને
કંઇક તું સમજી નહીં શકે..!!

Love Shayari Gujarati
Love Shayari Gujarati

તું ચાહે ગમે એટલા રસ્તા બદલી લે,
મારી મંઝિલ તું છે અને બસ તું જ રહેશે..!!
💕❤️🥀❤️

મને તારા I Love You કરતા I Hate You બહુ ગમે છે,
કેમ કે દિલની સાચી લાગણીઓ તો નફરતમાં જ છે..!!

કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી કરતી,
હોઠોથી ખોટું બોલેલું આંખોથી પકડાઈ જશે..!!

સાથ તો હું પણ નિભાવીશ તારો હંમેશા,
જો તું મારા તન કરતા મનને વધુ ચાહીશ..!!

સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત..!!

Love Forever – Gujarati Shayari on Love

Prem Shayari
Prem Shayari

તમે કોઈને ચાહો તો એવી રીતે ચાહતા રહેજો,
જે રીતે પહેલીવાર ઈમ્પ્રેસ કરતા હોય..!!
💕❤️🥀❤️

મારા જેવા તો તને ઘણા મળ્યા હશે,
પણ મને તો બસ તું જ મળી..!!

આ તો દિલની વાતો છે સાહેબ,
લખી લખીને કેટલી સમજાવવી..!!

આપણને કોઈ ચાહે અને અનહદ ચાહે,
એના માટે ગર્વ કરાય અભિમાન નહીં..!!

કોઈને ગમવું એ પ્રેમ નથી પણ, સતત તેને ગમતા રહેવું તે પ્રેમ છે. પ્રેમની ભાવનાઓ તરત ખબર નથી પડતી પણ સમય સાથે તમારે પ્રેમ અને આકર્ષણ ને સારી રીતે સમજીને તમારા જીવન સાથી વિશે નિર્ણંય કરવો જોઈએ.આજના સમય માં યુવક અને યુવતીઓ આ ભૂલ કરે છે કે નાની ઉંમરમાં આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે. તમે આવી ભૂલ ન કરો પરંતુ પોતાને પૂરો સમય આપો એ જાણવા માટે કે તમને પ્રેમ થયો છે કે આકર્ષણ. સાચો પ્રેમ હ્રદય ની લાગણીઓ થી જોડાયેલો હોય છે અને આજીવન રહે છે પરંતુ આકર્ષણ જલ્દી થી ઓસરી જાય છે અને એની સાથે પ્રેમ પણ ઓછો થઇ જાય છે

Love Shayari Gujarati પોસ્ટ માં અમારી આ વિસ્તૃત પ્રસ્તુતિ કેવી લાગી તે અમને જણાવીને પ્રોત્સાહિત કરશો જેથી કરીને અમે ભવિષ્ય માં વધુ સારી ગુજરાતી શાયરી પ્રસ્તુત કરી શકીયે.

આભાર સહ,

hindimsgs.com

You may also like